36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં મકાનના બીજા માળે આગ લાગતા અફરાતફરી

વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા ગેંડા ફળિયામાં આવેલા એક મકાનના બીજા માળે અચાનક આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયરના લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

આ આગમાં સમગ્ર ઘરવખરી સહિત લોન પર લીધેલા રોકડા પણ બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ સુધી જાણી શકાયું નથી અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આગ લાગી તે સમયે મકાન બંધ હતું અને પરિવારજનો લગ્નપ્રસંગે બહાર ગયા હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા.

Related posts

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે ટેટની પરીક્ષા રદ કરવા આવેદનપત્ર

admin

કોઝવે પર મસમોટા મગરનો લટાર મારતો વિડીયો વાયરલ

admin

લાયબ્રેરી બનીને તૈયાર છતાંય ૧ વર્ષથી લોકાર્પણ થયેલ નથી.

admin

Leave a Comment