Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી મોર્નિંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુપર કિંગ્સે ટ્રોફી પર કર્યો કબજો

નસવાડી ખાતે આયોજિત મોર્નિંગ ક્રિકેટ ટુર્નામેન્ટનો અંતિમ દિવસ ધ્વજ વંદન સાથે શરૂ થયો હતો અને ત્યારબાદ ફાઇનલ મેચ રમાઈ હતી. વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ અને ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વિંધાણી સુપર કિંગ્સ, નસીબ પેન્ટર્સ, જીબી રોયલ, એમ.એસ. જીયાન ચેલેન્જ અને એસ.એસ. જેવી ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રમાયેલી મેચોમાં રોમાંચ અને રમતભાવના જોવા મળી હતી.

સેમિફાઇનલ મુકાબલાઓ બાદ ફાઇનલ મેચમાં સુપર કિંગ્સ અને જ્યાં ચેલેન્જ સુપર કિંગ વચ્ચે કટોકટીભર્યો મુકાબલો થયો હતો. બંને ટીમોના ખેલાડીઓએ શ્રેષ્ઠ બેટિંગ અને બોલિંગ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા, પરંતુ અંતે સુપર કિંગ્સ ટીમે વિજય મેળવી ભવ્ય ટ્રોફી પોતાના નામે કરી.

મેચ બાદ આયોજિત ટ્રોફી વિતરણ સમારોહમાં મુખ્ય મહેમાનોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી, મેડલ અને ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપવિજેતા ટીમને પણ સરાહનીય પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ સિરીઝ જેવા એવોર્ડ આપવામાં આવ્યા હતા.

ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ આયોજક સમિતિ અને સહયોગીઓની ચારેય તરફથી પ્રશંસા થઈ રહી છે.

Related posts

પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર છોટાઉદેપુરની મુલાકાતે

admin

છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે ભંગુરીયાનો મેળો ભરાયો

admin

સંખેડાના પીપળસટ ગામે ગૌશાળામાં આગ, ઘાસચારો અને લાકડાને નુકસાન

admin

Leave a Comment