41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

Avient Material India Pvt. Ltd. કંપનીમાં કામદારોનો હંગામો દ્વારા ભારે હંગામા સાથે વિરોધ પ્રદર્શન

વડોદરા જિલ્લાનાં સાવલી તાલુકાના રાણીયા ગામ નજીક આવેલી Avient Material India Pvt. Ltd. કંપનીમાં કામદારો દ્વારા ભારે હંગામો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 30થી વધુ કામદારોને અચાનક નોકરીમાંથી છૂટા કરાતા કામદારોમાં ભારે રોષ ફેલાયો હતો.

મળતી માહિતી મુજબ 15થી 18 વર્ષથી કંપનીમાં કામ કરતા કામદારોને કોઈ કારણ કે લેખિત નોટિસ આપ્યા વગર વોટ્સએપ મેસેજ મારફતે છૂટા કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કામદારો દ્વારા કરવામાં આવ્યો છે. કામદારોનો દાવો છે કે લાંબા સમયથી સેવા આપ્યા છતાં કંપની દ્વારા અચાનક કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવાનું બહાનું આપી તેમને નોકરી પરથી દૂર કરવામાં આવ્યા છે, જ્યારે આ મામલે ઔદ્યોગિક ન્યાય પંચના હુકમનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.

પ્લાસ્ટિક માસ્ટર બેચ, જે બોટલ ઉત્પાદનમાં વપરાતું મહત્વનું કાચામાલ છે, તેનું ઉત્પાદન કરતી આ કંપની સામે કામદારો દ્વારા આર્થિક શોષણના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. કામદારોના જણાવ્યા મુજબ 15થી 18 વર્ષથી કામ કરવા છતાં તેમને માત્ર રૂ. 12 થી 13 હજાર જેટલો માસિક પગાર ચૂકવાતો હતો.

નોકરીમાંથી અચાનક છૂટા કરાતા કામદારો કંપનીના મુખ્ય ગેટ પર બેસી નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. કોઈ યોગ્ય નિકાલ ન આવતા કામદારોએ ગેટ પાસે બેસી અવરજવર બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો અને કંપનીમાંથી કોઈને બહાર જવા ન દેવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પરિસ્થિતિ તંગ બનતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કામદારોને માર્ગ અવરોધ ન કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમજાવટ શરૂ કરી હતી. સમગ્ર મામલે કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે અને આગળ શું કાર્યવાહી થાય છે તે પર સૌની નજર ટકેલી છે.

Related posts

કલ્યાણપ્રસાદ ખાતે મેગા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં પાલિકા તંત્રની પોલ ખુલી….

admin

ડભોઇ તાલુકાના અંબાવ ગામ પાસે થી પસાર થતી વખતે અજાણ્યા વાહનની ટક્કરે સાયકલ સવારનું મોત

admin

Leave a Comment