43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લો

ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરિંગ

Poicha નજીક આવેલા ખાંડી ગામમાં ગત રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. બનાવ Bhadarwa Police Station હદ વિસ્તારમાં નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ, સી.કે. પટેલના ફાર્મહાઉસ પર પાંચથી વધુ ઇસમો ઘૂસી આવ્યા હોવાની ચર્ચા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ કરાયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રેમ પ્રકરણને લઈ બનાવ સર્જાયો હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે, જોકે પોલીસ દ્વારા હજી સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે Sir Sayajirao General Hospital ખાતે ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ ભાદરવા પોલીસ ઘટના સ્થળે તહેનાત છે અને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સદર ઘટનાને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. પોલીસે તમામ પાસાઓની તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવાની માહિતી આપી છે.

Related posts

માળી સમાજ દ્રારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહને આવેદનપત્ર

admin

વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો

admin

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક આવેલા એક પાર્લરની દુકાનમાં અચાનક આગ લાગી

admin

Leave a Comment