35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બરોડા મેડિકલ કોલેજમાં સિનિયર પ્રાધ્યાપક સામે વિદ્યાર્થિનીઓની છેડછાડની ફરિયાદથી ચકચાર

વડોદરા: શહેરની પ્રખ્યાત બરોડા મેડિકલ કોલેજમાં સિનિયર પ્રાધ્યાપકની બેહૂદી હરકતનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા શૈક્ષણિક વર્તુળોમાં ભારે હોબાળો મચ્યો છે. બીજા વર્ષના પ્રેક્ટિકલ-વાઇવા દરમિયાન વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.

માહિતી મુજબ, ફાર્માકોલોજી વિભાગના સિનિયર પ્રોફેસર ડો. અમોલ ભાવે સામે 13થી વધુ વિદ્યાર્થિનીઓએ લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ છે કે વાઇવા દરમિયાન પ્રોફેસરે વિદ્યાર્થિનીઓનો હાથ પકડી “અહીં ક્રીમ લગાવો તો કેવું લાગે” કહી પોતાના શરીર પર આંગળીઓ ઘસાવ્યા હતા. ઉપરાંત, એક વિદ્યાર્થિનીનો આખા વાઇવા દરમિયાન હાથ પકડી રાખ્યાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થિનીઓમાં રોષ ફાટી નીકળતાં મામલો ડીન સમક્ષ લેખિત રીતે રજૂ કરવામાં આવ્યો, જેના પગલે કોલેજમાં હોબાળો સર્જાયો હતો. ફરિયાદ બાદ ડો. અમોલને વાઇસ ડીન પદેથી હટાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તેમજ પરીક્ષા સંબંધિત તેમની જવાબદારીઓ પણ તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવી છે.

આ સમગ્ર મામલો 9 સભ્યોની વીમેન્સ હેરેસમેન્ટ કમિટી સમક્ષ મોકલવામાં આવ્યો છે અને આવતાં સપ્તાહે કમિટીની બેઠક યોજાશે, જેમાં વિગતવાર તપાસ હાથ ધરાશે.

જ્યારે પ્રોફેસર ડો. અમોલ ભાવે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને ફગાવ્યા છે અને જણાવ્યું છે કે જાન્યુઆરીમાં યોજાયેલા વાઇવા દરમિયાન ક્રીમ-ઓઇન્ટમેન્ટ અંગેનો પ્રશ્ન પૂછાયો હતો અને વિદ્યાર્થીઓને યોગ્ય રીતે લગાવવાની રીત સમજાવાઈ હતી. સાથે જ તેમણે દાવો કર્યો છે કે તેઓ વાઇસ ડીન પદેથી સ્વઇચ્છાએ હટ્યા છે.

Related posts

મૌની અમાવસ્ય નિમિત્તે શ્રદ્ધાળુએ નર્મદા સ્નાન સહિત દેવાજી દેવ કુબેર ભંડારી મહાદેવના દર્શનનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી

admin

AAPના નેતા ગોપાલ ઇટાલિયાનો વીસાવદરમાં વિજય થતા વડોદરા શહેર AAP દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો…

admin

વડોદરામાં વિનાશને છુપાવવા વિકાસ સપ્તાહની ઉજવણી સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ

admin

Leave a Comment