40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લા પોલીસ વડા ના આદેશથી વિદેશી દારૂ ઝડપયો..

ડભોઈ પોલીસ ની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી સંખેડા થી ડભોઈ તરફ વિદેશી દારૂ ભરી ને આવેલી બ્રેજા કાર સાથે ચાલક ઝડપાયો હતો.કાર માં તપાસ કરતા વિદેશી દારૂના ક્વાર્ટરિયા અને બીયર ના ટીન મળી કુલ 753 નો જથ્થો મળી આવ્યો હતો.

હોળી ધૂળેટી ના તહેવાર ને લઈ કાયદો વ્યવસ્થા ને ધ્યાન માં રાખી દારૂ ની બદી ને કડક હાથે ડામી દેવા જિલ્લા પોલીસ વડા એ આદેશ કર્યો હતો.જેથી ઓપરેશન પ્રરાક્રમ હેઠળ ડભોઈ પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી હતી.ત્યારે સંખેડા તરફે થી વિદેશી દારૂનો જથ્થો ભરી ને કરણેટ થઈ ડભોઈ
બાયપાસ થી વેગા તરફ જતી કાર ને ડભોઈ પી.આઈ.જે.એમ. ચાવડા એ ડી સ્ટાફ ના જવાનો સાથે સરિતા બ્રિજ ઉતરતાજ આંતરી હતી. જે બાદ માં ચાલક નું નામઠામ પૂછતા તેને પોતાનું નામ રાજેન્દ્ર ઠાકોરભાઈ બારીયા રહે.માલપુર, તા.સંખેડા નો હોવાનું જણાવ્યું હતું. જેથી કાર માં તપાસ કરતા વિદેશી દારૂ ના ક્વાર્ટરિયા, બીયર ટીન મળી કુલ નંગ – 753 કી.રૂ.1,84,418, કાર ની કી.રૂ. 3,50,000 મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.5,39,418 ના મુદ્દામાલ સાથે ઝડપી કસ્ટડી ભેગો કર્યો છે.

Related posts

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ભુવાના કારણે ડમ્પર પલટી ખાતાં બચ્યું

admin

છાણી રોડ પર ટ્રકની ટક્કરે કાર ઉંધી વળી ગઈ..!!

admin

મચ્છીપીઠમાં ગેરકાયદેસર દબાણો પર VMC નું મેગા ઓપરેશન…

admin

Leave a Comment