Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈના ટીંબી ફાટક પાસેના ગરનાળા પર રેલિંગના અભાવે વાહનચાલકોના જીવ તાળવે

​ડભોઈથી બોડેલીને જોડતો મુખ્ય માર્ગ જે રાજ્યનો અત્યંત વ્યસ્ત સ્ટેટ હાઈવે ગણાય છે, ત્યાં હાલ ભયજનક સ્થિતિ સર્જાઈ છે.
ડભોઈ ટીંબી ફાટક પાસે આવેલા ગરનાળાની બંને બાજુ સુરક્ષા રેલિંગ ન હોવાને કારણે અને મોટા પાયે થયેલા ધોવાણને લીધે ગંભીર અકસ્માતની દહેશત વર્તાઈ રહી છે મુખ્ય સમસ્યાઓ જે અકસ્માતને નોતરે છે સુરક્ષા રેલિંગનો અભાવ: ગરનાળાની આગળ કે પાછળ કોઈ પણ પ્રકારની પ્રોટેક્શન વોલ કે રેલિંગ નથી. રાત્રિના સમયે અંધારામાં વાહનચાલકોને ગરનાળાનો અંદાજ આવતો નથી મોટું ધોવાણ ગત ચોમાસા દરમિયાન ગરનાળાની આસપાસની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે

રસ્તાની બાજુમાં જ ઊંડો ખાડો પડી ગયો છે જેમાં વાહનો ખાબકવાની ઘટનાઓ અવારનવાર બની રહી છેતંત્રની ઘોર બેદરકારી: ચોમાસું પૂરું થયાના મહિનાઓ વીતી ગયા અને હવે ઉનાળો પણ શરૂ થઈ ગયો છે, તેમ છતાં સ્ટેટ હાઇવે વિભાગના અધિકારીઓએ હજુ સુધી આ જોખમી ખાડા પૂરવાની કે રેલિંગ લગાવવાની તસ્દી લીધી નથી રાત્રિના સમયે ડેથ ટ્રેપ સમાન માર્ગ
​રોજના હજારો નાના-મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ઘણી ગાડીઓ રસ્તાની નીચે ઉતરી જાય છે. જો કોઈ મોટી લક્ઝરી બસ કે ટ્રક અહીં સંતુલન ગુમાવે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સ્ટેટ હાઈવેના અધિકારીઓ ત્યારે જ જાગશે જ્યારે કોઈ નિર્દોષનો જીવ જશે માંગણી વાહનચાલકો અને સ્થાનિક રહીશોની માંગ છે કે સ્ટેટ હાઈવે વિભાગ દ્વારા વહેલી તકે આ ગરનાળા પાસે મજબૂત રેલિંગ લગાવવામાં આવે અને રોડનું જે ધોવાણ થયું છે ત્યાં માટી પુરાણ કરી રસ્તો સુરક્ષિત કરવામાં આવે.

Related posts

UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બોય્ઝ અન્ડર-17 મુકાબલામાં ઋત્વિકે ટોપ સીડેડ સાર્થકને હરાવી અપસેટ સર્જ્યો

admin

Digital Arrest મામલે આઠ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી 90.90 લાખનો ફ્રોડ

admin

ગાર્ડનમાં પ્રવેશ માટે ફરજિયાત રજિસ્ટ્રેશનના નિર્ણય પાછો ખેચી લેવાની મોર્નિંગ વૉકર્સની માંગ

admin

Leave a Comment