વડોદરા જિલ્લાના Savli નગર અને તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર કાર્યકરો ત્રિદિવસીય હડતાળ પર ઉતર્યા છે. 100થી વધુ કર્મચારીઓ સાવલી આઈસીડીએસ ઓફિસ પાસે એકત્રિત થઈ પોતાની પડતર માંગણીઓ અંગે ભારે સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો.
હડતાળ દરમિયાન કાર્યકરોએ સ્થાનિક ધારાસભ્ય Ketan Inamdar ના નિવાસસ્થાન પિતૃવાડી પહોંચીને સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવા આવેદનપત્ર સુપરત કર્યું હતું.
કાર્યકરોનું કહેવું છે કે લાંબા સમયથી તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવતું નથી, જેના કારણે તેઓ હડતાળ પર ઉતરવા મજબૂર બન્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો આંગણવાડીના શીર્ષ નેતૃત્વના આદેશ મુજબ વધુ ઉગ્ર કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
વધુમાં તેડાગર કાર્યકરોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સીમિત પગારમાં વધતી મોંઘવારી વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલી રહ્યો હોય ત્યારે પણ વચગાળાના ઉકેલ તરીકે પગાર વધારો કરવા અંગે વિચારવું જોઈએ.
હાલ આ મુદ્દે તંત્ર દ્વારા શું પગલાં લેવાશે તે અંગે સૌની નજર છે.

