ચુડા તાલુકાનાં જોબાળા તથા મોજીદડ તાલુકા,જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી અનુલક્ષી શક્તિ કેન્દ્રની બેઠક યોજાઈ…
આગામી સમયમાં સ્વરાજ્ય ચુંટણી યોજાવાની છે.જે અંતર્ગત મોજીદડ ગામે તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી….
જેમાં આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે વાત કરી અને સંગઠન મજબૂત બનાવવા માટે ભાર મૂક્યો હતો…..
આ પ્રસંગે જોબાળા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ કલ્પેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે દરેક વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.નલ સે જલ,જનધન યોજના,ઉજ્જ્વલા ગેસ યોજના જેવી યોજનાઓથી છેવાડાના લોકોને ફાયદો થયો છે.તેમજ છેવાડાના લોકો સુધી સુવિધાઓ પહોંચાડી છે…
આ કાર્યક્રમમાં ચુડા તાલુકાનાં પ્રભારી મુકેશભાઈ શેઠ,શંકરભાઈ દલવાડી,જોબાળા સીટના ઇન્ચાર્જ કલ્પેશભાઈ ચાવડા,ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા,તનકસિંહ રાણા,લખધીરસિંહ જાદવ સહિત ગામનાં દરેક સમાજનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

