41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઘેલવાંટ ગામ તરફ જવાના રોડ પાસેથી કિંમત રૂપિયા ૩૨,૭૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ સાથે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે ઘેલવાંટ ગામ જવાના રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા ૩૨,૭૦૦/- નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ સેવરલેટ કંપનીની એંન્જોય ફોર વ્હીલ ગાડી જેનો રજી નંબર.GJ-01-RK-0136 ને સાથે આરોપીઓ ચેતનભાઈ રાઠવા,વિપુલભાઈ રાઠવા, સંદીપભાઈ રાઠવા અને ઘનશ્યામભાઈ ધાણકને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Related posts

ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ રોપણીની શરૂઆત કરી

admin

ચુલી ખાતે યોજાનાર સમૂહ લગ્નને લઈને પૂર્વ રેલ રાજ્ય મંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામ પાસે આવેલા રેલ્વેના ગર નાળામાં સામાન્ય વરસાદમાં ભરાયું પાણી

admin

Leave a Comment