છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના નેજા હેઠળ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એમ જે પરાસર સરના નેતૃત્વ હેઠળ વર્ષ 2024 ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતનું મુખ્ય હેતુ એ છે કે જે વ્યક્તિઓ સાથે ટકરાર ચાલી રહી છે. તેમની ટકરારમાં સમાધાન થઈ શકે. એ માટે પૂરતું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. અને લોક અદાલતમાં જે કેસ બેન્ડિંગ હોય છે. એનું સમાધાન કરવામાં આવે છે. આજની લોક અદાલતમાં આશરે 6 હજાર જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવેલ છે.

