35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો

વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઈફોઈડના કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષે જૂન મહિનાના આંકડા કરતાં આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગચાળાના કેસમાં બે ડઝનથી વધુ કેસોનો વધારો નોંધાયો છે.ચેપીરોગ હોસ્પિટલમાં ખાતે 50 બેડ ની હોસ્પિટલ માં 40 થિ 45 લોકો એડમિડ છે એટલે એકંદરે રોગો માં વધારો જોવા મળ્યો છે આરોગ્ય વિભાગે ઉમેર્યું કે, શહેરમાં કમળા અને ટાઇફોઇડના કેસો આવ્યા છે તે એકંદરે તમામ વિસ્તારમાં છુટા છવાયા નોંધાયા છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચારાના ભરડામાં આવ્યા હોય તેવું હજુ જણાયું નથી. મોટેભાગે બહારનું ખાવાથી તથા કોન્ટામિનેશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઈફોઇડ અને કમળાના કેસમાં ઉછાળો જણાઈ રહ્યો છે. તેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ તેમ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત વધેલા રોગચાળાને ધ્યાનમાં લઇ પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ શરૂ કરી દીધું છે. જેમાં ખાસ કરીને છાણી એકતાનગર અને નવાયાર્ડમાં પાણીના સેમ્પલિંગ વધારી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિ વર્ષ ઉનાળામાં કમળા અને ટાઇફોઇડના રોગમાં ઉછાળો જોવા મળતો હોય છે.

Related posts

વડોદરા શહેરના સોમા તલાવ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માતમાં 15 વર્ષીય સગીરનું મોત

admin

મા દશામા વિસર્જનને લઇ ને ઉચ્ચ અધિકારીઓ લીધી સ્થળ મુલાકાત

admin

હરિ ભક્તિ ઇંડસ્ટ્રિયલ એરિયામાં આવેલ ગોડાઉન માં શોર્ટ સર્કિટ ને કારણે લાગી આગ

admin

Leave a Comment