Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવી પોલીસ સ્ટેશનના રેલવે ગરનાળા પાસે હાઇવે રોડ ઉપરથી કિ.રૂ.૨૭,૪૦૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુરલોકલ ક્રાઇમ બ્રાન્ચ….

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી
છોટાઉદેપુર નાઓ સાથે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે રેલવે ગરનાળા હાઇવે રોડ ઉપરથી બ્લ્યુ કલરની મારૂતી સુઝુકી કંપનીની વેગેનર ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨૭,૪૦૫/-નો મુદામાલ અને આરોપી પારસીંગભાઈ માલસીંગભાઈ રાઠવા તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝુકી કંપનીની વેગેનર ફોર વ્હીલર ગાડી જેનો રજી નંબર.GJ-06-BL-9524 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ખાંડીયા અમાદર ગામના યુવાનને 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર બદલ 20 વર્ષની સખત કેદની સજા

admin

કોંગ્રેસ નેતાઓએ આદિવાસી સમાજના બાળકો સાથે શિક્ષણ બાબતે અન્યાય થતો હોવાના મુદ્દા સાથે છોટાઉદેપુર કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આજુબાજુની પાંચ ગ્રામ પંચાયતો જોડીને નગરપાલિકા બનાવવામાં માટે રાજ્ય સરકારે જાહેરાત કરી

admin

Leave a Comment