40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા ખાતે પ્રાકૃતિક ખેતી અંતર્ગત સેમિનાર અને ખેતી વિસ્તરણ અધિકારી ચુડા એસ.આર.પટેલ વયનિવૃત્ત થતાં વિદાયમાન કાર્યક્રમ આયોજિત કરાયાં.

આ તકે આત્મા પ્રોજેક્ટનાં ભરતભાઈ પટેલ દ્વારા સૌ ખેડૂત મિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે સૂચન કર્યું હતું. ગૌમૂત્રનો ઉપયોગ કરી પ્રાકૃતિક કૃષિમાં ખેતીનો ખર્ચમાં ઘણી બચત કરી શકાય છે અને કૃષિના ફાયદો વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નિવૃત્ત થતાં વિસ્તરણ અધિકારી એસ આર પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીના મારા કાર્યકાળમાં સરકારની યોજનાઓ ખેડૂતોના ઘર સુધી પહોંચે તે માટે મેં અથવા તો પ્રયત્નો કર્યા છે અને ખેડૂતોને તમામ પ્રકારની યોજનાઓનો લાભ અપાવવા હંમેશા અગ્રેસર રહ્યો છું.

મેં મારી વિતરણ અધિકાર તરીકેની ભૂમિકા ખૂબજ તટસ્થ રીતે ભજવી છે. છેલ્લા ૨૨ વર્ષ સુધી કાર્યકાળમાં ચુડા તાલુકાનાં તમામ ગામડાઓમાં મુલાકાત કરીને સરકારી સહાય ખેડૂતો સુધી પહોંચાડી છે જેમાં મને તાલુકા પંચાયતનાં સ્ટાફ,વીસીઈ મિત્રો અને મારા ગ્રામ સેવકોએ મને ખૂબ જ સહકાર આપ્યો છે.
કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી આશિષભાઈ હણે કર્યું હતું.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાનાં કાંધાસરનાં બી.સી.બોચલિયા તથા ખેતીવાડી શાખાનાં તમામ કર્મચારીઓ તેમજ હોદ્દેદારો સાથે તનકસિંહ રાણા, લખધીરસિંહ જાદવ, ઇશ્વરભાઇ માધર, ઘનશ્યામભાઈ રોજાસરા, શિવભા રાણા, તથા તલાટી કમ મંત્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

મેઘરાજાની એન્ટ્રી થતાં જ સરકારી હોસ્પિટલમાં પાણી ભરાયા, શું આજ હતી સરકારની પ્રિમોન્સૂન કામગીરી ???

admin

ચુડા ખાતે આવેલ શ્રીઅમરેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિતે મહાપ્રસાદનું આયોજન કરાયું

admin

ગોખરવાળા ગામે શોર્ટ સર્કિટથી આગ: ખેડૂતોના ઉભા પાક બળીને રાખ, લાખોનું નુકસાન

admin

Leave a Comment