40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુરના બોડેલીના રામનગર સોસાયટીના નાકા ઉપર મહિલાઓએ ભાજપના ઝંડા ગટરના ઢાંકણા ઉપર લગાવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યો.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે 7 જેટલી સોસાયટીને જોડતો રસ્તો બોડેલીથી રાજ ખેડવાનો રસ્તો પંચાયત માર્ગ મકાન વભાગ દ્વારા નવો રસ્તો બનાવવા માટે 1.83 કરોડના ખર્ચે રસ્તો મંજૂર થતાં જૂનો રસ્તો તોડી નાખતા મકાનો અને રસ્તા વચ્ચે એક ફૂટની ગેપ પડી ગઈ છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે. એક વર્ષથી પંચાયત માર્ગ મકાન વિભાગ રસ્તા ની કામગીરી કરાવતું નથી. બે બે ત્રણ ત્રણ વાર દબાણો તોડવામાં આવ્યા છે. જેના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા. અને હજુ પણ રસ્તોના બનાવતા મહિલાઓ સૂત્રોચાર કરી માજી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાજરીમાં ભાજપના ઝંડા ગટર લાઈનના ઢાંકણા ઉપર ભેરવીને ભાજપનો આ વિકાસના સૂત્રોચાર કર્યા હતા. જ્યારે આ વિસ્તારમાં લોકો હેરાન પરેશાન છે. અને રાજકીય આતા પાટામાં રસ્તોના બનતા ગંદકીનું સામ્રાજ્ય થતાં ડેન્ગ્યુના અને મલેરિયા તાવના કેસો વધતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

Related posts

“ફિટ ઈન્ડિયા” ઝુંબેશ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા “Sunday on Cycle”કાર્યક્રમોનું આયોજન

admin

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

admin

કવાંટ ખાતેથી “પ્રોજેક્ટ પોષણ શક્તિ” નો પ્રારંભ કરાવતાં છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈન

admin

Leave a Comment