36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ

છોટાઉદેપુર જિલ્લામાં તા.૯/૦૮/૨૪ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિધાનસભા મત વિસ્તાર મુજબ થનાર છે. જેમાં ૧૩૭-છોટાઉદેપુરમાં સ્વામી નારાયણ હોલ, ૧૩૮-જેતપુર પાવીમાં ગાયત્રી મંદિરની બાજુમાં, સેંડીવાસણા રોડ, કવાંટ અને ૧૩૯ – સંખેડામાં ડી.બી.પારેખ હાઇસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવશે.

આ કાર્યક્રમની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે આદિવાસી પંરપરા અને સંસ્કૃતિ જળવાઇ રહે તે જોવા જણાવીને તમામ યોજનાઓના લાભાર્થી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચવ્યું હતું. તેમણે તમામ નોડલ અધિકારીઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પ્રાયોજના વહિવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, જિલ્લા પોલીસ અધિકક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણી સહિત નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ૯૪૫ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવતા નાયબ મુખ્ય દંડક

admin

ખેલ મહાકુંભ 2025 : ફૂટબોલ ઓપન વય જૂથમાં અંબાલા બન્યું છોટાઉદેપુર જિલ્લા ચેમ્પિયન

admin

જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા સબ જેલ છોટાઉદેપુર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

admin

Leave a Comment