Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા ઇકોફ્રેંડલી” રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.

પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલમાં ઇકોફ્રેંડલી” રક્ષાબંધન ની ઉજવણી

રક્ષાબંધન ની ઉજવણી દરમિયાન નાળિયેરી પૂર્ણિમા પણ ઉજવામાં આવે છે .જેમાં દરિયાને નાળિયેર અને દીવો અર્પિત કરીને માછીમારો દ્વારા પોતાના રક્ષણ માટેની પ્રાર્થના કરવામાં આવે છે. જેની જાણકારી વિધ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ બ્રાહ્મણો સૂર્ય દેવતા સમક્ષ જનોઈ બદલે છે તેની જાણકારી પણ વિધ્યાર્થીઓ ને આપવામાં આવી હતી. સાથે આ વર્ષે ૧૯ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને આજે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલમાં ઇકોફ્રેંડલી” રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના ૧૨૦૦ જેટલા વિધ્યાર્થીઓ ભાગ લીધો હતો . જેમાં વિધ્યાર્થીઓ પર્યાવરણનું જતન કરવાના હેતુથી ધરતી માતાને, તેમજ પ્રાકૃતિક સ્ત્રોતો જેમાં ખાસ કરીને વૃક્ષો તેમજ પાણીના વિવિધ સ્ત્રોતોને રાખડી બાંધી, તેમજ તેમનું જતન અને રક્ષણ કરવાની પ્રતિજ્ઞા વિધ્યાર્થીઓ અને શિક્ષકો દ્રારા લેવામાં આવી હતી.

Related posts

શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ વડોદરા દ્વારા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.

admin

વડોદરાના અંકોડિયા ગામે અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર

admin

ડભોઇ તાલુકા ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિનની સરકારી અધૅસરકારી કચરીઓ અને શાળાઓ ખાતે શાનદાર આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મેહતા(સોટ્ટા )ના હસ્તે ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment