Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર પુલનો એક ભાગ તણાયો હતો, ભારજ નદીનું ડાયવર્ઝન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ ગયું

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ ભારજ નદી ઉપર બ્રિજ ક્ષતિગ્રસ્ત એક વર્ષ પહેલાં થયો હતો. જેને લઈને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. તેમાં બે કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે પુલ બનાવવાં માટે તંત્રએ એક વર્ષથી કોઈ કામગીરી ન કરી હતી. જ્યારે સુખી ડેમ માંથી પાણી છોડાતા ડાયવર્ઝન તો ધોવાયુ સાથે સાથે પુલનો એક ભાગ તૂટી જતા બ્રિજ બે ભાગમાં વિચાઈ ગયો છે. સાથે રેલવે સેવા એક મુખ્ય આધાર છે. જ્યારે હાલ તો છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક છે. ત્યાં જવા માટે ૩૦ થી ૩૫ કિલોમીટરનો ફેરો રાહદારીઓને અને લોકોને લગાવવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે. કે રાજ્ય અને કેન્દ્ર સરકાર અને તંત્ર દ્વારા એક વર્ષ થી પુલની કામગીરી શરૂ ન કરાવી શક્યા અને પુલની મંજુરી પણ ન મળી. આજે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા અને પાવી જેતપુર તાલુકાના ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હવે સ્થાનિક લોકો અને રાહદારીઓ સરકાર અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. કે વહેલામાં વહેલી તકે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને પુલની મંજૂરી વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Related posts

છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી

admin

વસેડીથી છોટાઉદેપુર જિલ્લા પંચાયત સુધીના નવીન રોડનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવી.

admin

સાંસદની જનસેવાકાર્ય વૃત્તિ સામે આવી

admin

Leave a Comment