27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રાવણ માસના છેલ્લા શનિવારે શ્રી હઠીલા હનુમાનજી મંદિરે બિસ્કીટ ના હિંડોળા અને સુવર્ણ વાઘા ના મનોરથ

પવિત્ર નિજ શ્રાવણ માસ અંતર્ગત છેલ્લા શનિવારે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજી ના વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે બિસ્કીટ ના હિંડોળા અને હઠીલા હનુમાનજી દાદાને સુવર્ણ વાધાના ભવ્ય શણગાર કરવામાં આવ્યો

મંદિરના મહંત દીપેનવન ગોસ્વામીએ જણાવ્યું કે 72 વર્ષ બાદ શ્રાવણમાં 5 સોમવારનો સંયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્ત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે, પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને બિસ્કીટ ના હિંડોળા ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો, અને દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે, અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજન અને સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે આજ સાંજે ભગવાન શ્રી સત્નારાયણ ની કથા અને રાત્રે 8 કલાકે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું છે
તો આપ સર્વે હરિભક્તો ને મંદિરમાં હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ…

Related posts

વડોદરામાં નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપનું વાર્ષિક સંમેલન અને કેલેન્ડર વિમોચન કાર્યક્રમ યોજાયો

admin

ડભોઇ બીમાર ગાય માતાની વહારે આવનાર કોઈ નથી, તંત્ર અને પશુપાલકોની ગંભીર બેદરકારી

admin

ડભોઇ નગરી ના વડોદરી ભાગોળ નજીક આવેલ બહુચરાજી માતા ના મંદિર આઠમ નો મેળો યોજાયો

admin

Leave a Comment