હમણાં થયો જ સમય પેલા જેતપુર પાવી નજીક સીહોદ ગામે પહેલા તો ડાયવર્ઝન ધોવાયું બાદમાં પુલ પણ તૂટી ગયો હતો. જેના પરિણામ સ્વરૂપે લોકો ને બોડેલી તરફ થી જેતપુર આવવા માટે રંગલી ચોકડી ફરીને આવવું પડે છે.
વળી જેતપુર પાવી થી રંગલી ચોકડીનો રસ્તો સાંકડો તથા ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી આ રસ્તા ઉપર લાબું ટ્રાફીક જોવા મળ્યું હતું. એક તરફ ડાયવર્ઝનનું ધોવાણ તથા પુલ તૂટવાનું ઘટના બનવાથી લોકો આ રસ્તા ઉપર આવવા-જવા મજબૂર થયા છે. પરંતુ ખરાબ તથા સાંકડા રસ્તાના લીધી લોકોને ખુબ જ તકલીફ પડી રહી છે.
પુલ તૂટવાની ઘટના બાદ તંત્ર દ્રારા બાંહેધરી આપવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવશે. પરંતુ સતત વરસાદના કારણે હજી સુધી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. એવામાં માં માત્ર આ એક જ રસ્તા ઉપર લોકોને અવર જવર કરવાની ફરજીયાત ફરજ પડી છે. જેથી લોકોને ખાડા ખબોચિયા વાળા રસ્તા ઉપર જવા મજબુર થયા છે ખરાબ અને સાંકડા રસ્તાના લીધે ચુડેલ ગામ થી રંગલી ચોકડી સુધી ટ્રાફીકના દ્રસ્યો સર્જાયા હતા.
વહેલામાં વહેલી તકે વૈકલ્પિક સુવિધા ઉભી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

