36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આખરે તિહાર જેલથી મુક્ત કરવામાં આવતા વડોદરા શહેરમાં પાર્ટી દ્વારા ડેરી ડેન સરકાર પાસે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા હતા. ત્યારે આજે સાંજે તેઓ તિહાર જેલથી મુક્ત થયા. અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેલની બહાર પહોંચ્યા હતા. આ દરમિયાન આપના કાર્યકરોએ ‘કેજરીવાલ આ ગયે’ના નારા લગાવ્યા હતા ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર સયાજી ગંજ વિસ્તારમાં આવેલ ડેરી ડેન સર્કલ પાસે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો સાથે મોઢું મીઠું કરાવ્યું હતું.

Related posts

ભર ઉનાળે પીવાના પાણીના કકળાટને લઇ સ્થાનિકો રસ્તા પર

admin

ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા 2×2 સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમો સામે ઉગ્ર વિરોધ

admin

હીટ એન્ડ રનના બનાવોની ઘટનામ 19 વર્ષીય વિનયકુમાર રોહિતને અડફેટે લીધો હતો અને 2 દિવસ માં અંતિમ શ્વાસ લીધો હતો ત્યારે વિનયકુમાર રોહિતને મોતને ઘાટ ઉતારનાર ને સેલવાસ થી ઝડપી પાડયો

admin

Leave a Comment