36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

સ્વચ્છતા હી સેવા સૂત્રને ચરિતાર્થ કરતા દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના પાણીબાર ગામમા જોવા મળ્યા હતા ગ્રામજનો સાથે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા પણ અભિયાનમાં જોડાયાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સુધી દેશ ભરમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રીના મહાત્ત્વાકાંક્ષી આ અભિયાન મા દેશના નાગરિકો જોડાય તો સાચા અર્થમાં આ અભિયાનનો હેતુ ચરિતાર્થ બને અને એટલેજ પ્રધાનમંત્રીએ સ્વચ્છતા હી સેવા સૂત્ર સાથે શરૂ કરેલ આ જન અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામના લોકોએ… અને આ ચારિતાર્થતાની સફળતાના હીરો છે.. આ જ ગામના વતની અને 138 પાવીજેતપુર વિધાનસભાના  ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા… જયંતીભાઈ રાઠવાના સાનિધ્યમાં પાણીબાર ગામ આખું એક પરિવારની જેમ રહે છે. સામાન્ય રીતે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો નેતાઓના ફોટો સેસન પૂરતા સીમિત બની જાય છે. પણ પાણીબાર ગામના આ દ્રશ્યો સ્વચ્છતા હી સેવા સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહયા છે. પરસેવે રેબઝેબ હાથમાં સાવરણું લઈ સફાઈ કરી રહેલ આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પાણીબાર ગામના વતની અને 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા છે. ગામમા કાલે જાહેરાત કરવામાં આવી કે આવતી કાલે ગામમા સફાઈ અભિયાન છે. અને ધારાસભ્ય પણ આ અભિયાનમાં જોડાવવાના છે. પછી પૂછવુજ શુ..વહેલી સવારથી ગામ આખાના લોકો, મહિલાઓ,યુવાઓ અને વડીલો પોત પોતાના ઘરેથી સફાઈ માટે જરૂરી સાધન સામગ્રી સાથે ગામના ચોરે એકત્રિત થયા હતા. જેમની પાસે ટ્રેક્ટર હતા તે ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા અને શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન ગામ લોકો સાથે સવાર થી લઈ સાંજ સુધી સતત ધારાસભ્ય પોતે પણ એક સફાઈ કામદારની જેમ સફાઈ કામ કરતા ગયા કોઈને કાંઈ કહેવાની જરૂર ન પડી…બધા સ્વયંભૂ પોતાની રીતે કામમાં જોતરાઈ ગયા…ગામનો એકે એક રોડ..એક એક ગલી…ના હાથ ધરી સફાઈ…ચોમાસામાં રોડની આસપાસના ઊગી નીકળેલા ઝાડવા ઉખેડી નાખ્યા..વીજ લાઈનને નડતી ઝાડની ડાળીઓ પણ છાંટી નાખી…બધો કચરો ટ્રેક્ટરોમાં ભરીને હટાવી દીધો.. આરોગ્ય ની ટિમ પણ સાથે જોડાઈ અને DDT પાવડર નો છંટકાવ કરતા ગયા…સાથે રોડ ઉપર પડેલા ગાબડાઓ નું પણ પેચિંગ કરી દેવાયું…અને સ્વચ્છ ગલી..સ્વચ્છ ગામ..ના સૂત્ર ને સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ…સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને સ્વચ્છતા હી સેવા આ તમામ સ્લોગન ને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યા છે, ખરેખર પણીબાર ગામના લોકોએ હાથ ધરેલ અભિયાન એ પ્રેરણા સ્ત્રોત બન્યું છે.

Related posts

La discipline des probabilités pour la montée au BonusBet Casino

admin

વારસીયા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહિ. નો કેસ શોધી કાઢતી વારસીયા પોલીસ

admin

Découvrir les rouages du hasard pour exceller dans les parties au Dbosses Casino

admin

Leave a Comment