વડોદરા શહેર હરણી પોલીસે ચોક્કસ માહિતીને આધારે ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે આવેલ એસીપીએલ ગોડાઉનના પાર્કિંગમાંથી વિપુલ માત્રામાં વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડ્યો છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ વિદેશી શરાબનું વેચાણ થઈ રહ્યું છે. દરરોજ વડોદરા શહેર પોલીસ દ્વારા શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. તેવામાં વડોદરા શહેરની હરણી પોલીસ મથકને ટીમે ચોક્કસ માહિતીને આધારે ગોલ્ડન ચોકડી બ્રિજ ઉતરતા ગોડાઉનના પાર્કિંગમાંથી વિદેશી શ્રાપનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદથી સુરત જતા સર્વિસ રોડ ગોલ્ડન બ્રિજ ઉતરતા ગોડાઉન માંથી આ વિદેશી સરાનો જથ્થો ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાન્સપોર્ટ ના પાર્સલમાં આ વિદેશી શરાબનો જથ્થો આવ્યો હતો. હાલ આ વિદેશી જથ્થો કોણે મોકલાવ્યો છે અને કોને આપવાનો હતો તે બાબતે તપાસ શરૂ કરી છે.

