Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકાના ગોયાવાંટ થી કુકરદા જવાનો રસ્તાની કામગીરી હલકી કક્ષાની કરાયાનો આક્ષેપ

નસવાડી તાલુકાના ગોયાવાંટ થી કુકરદા જવાનો રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર હાલતમાં હતો જેને લઈ વાહનચાલકો ગણી મુશ્કેલી વેઠતા હતા અનેક રજૂતાઓને લઇ રસ્તો સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો અને રસ્તાનું ટેન્ડર છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું ગોયાવાંટ થી કુકરદા નો પાંચ કિલોમીટર ડામર રસ્તાની કામગીરી એજન્સી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ધારાસભ્ય દ્વારા ડુંગર વિસ્તારમા કરોડોના વિકાસના કામો મંજુર કરાવ્યા હોવાના ગુનગાણ ગાવામાં આવ્યા હતા પરંતુ હાલ રસ્તાની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા વેઠ ઉતારતા અને ડામરમા હલકી કક્ષાનું મટીરિયલ કોન્ટ્રાકટર વાપરતા રસ્તા નીચે સાફ સફાઈ કર્યા વગર જ રસ્તાની કામગીરી કરી નખાતા ડામરના ટુકડા રસ્તામાંથી ઉખડવા લાગતા ગ્રામજનો આની જાણ અધિકારીઓને કરવા છતાંય અધિકારીઓ ધ્યાન ના આપતા લોકોમાં રોષ ભભુકી ઉઠતા ગ્રામજનો ભેગા થઈ રસ્તાની કામગીરીનો વિરોધ કર્યો હતો અને ગ્રામજનોએ રોડ ઉપર આવીને પગથી ડામર રસ્તો ઉખેડતા ઉખડી ગયો હતો અને હાથમાં મટીરિયલ આવી જતું હતું લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેને લઈ ગ્રામજનોએ સમગ્ર કામગીરીની પોલ ખોલી છે.

Related posts

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે પાંચિયો મેળો ભરાયો

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આજુબાજુની પાંચ ગ્રામ પંચાયતો જોડીને નગરપાલિકા બનાવવામાં માટે રાજ્ય સરકારે જાહેરાત કરી

admin

છોટાઉદેપુર તાલુકાના બ્લોક ઓફિસ છોટાઉદેપુર ખાતે cy -TB (સાઈ ટીબી) તાલીમનો વર્કશોપ યોજાયો.

admin

Leave a Comment