નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગરમીના કારણે રોડ પર રાત્રી દરમિયાન દીપડાઓ દેખાવાની ઘટના વધી છે. ત્યાં વધુ એક વાયરલ વિડીયો સામે આવ્યો છે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં રાત્રિ દરમ્યાન રોડ પર દોડતો દીપડો નજરે ચઢ્યો હતો. જેનો વિડીયો કોઈ કાર ચાલક દ્વારા ઉતારી વાયરલ કર્યો હતો.