Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બજરંગદળ વડોદરા મહાનગર દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિતે કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

બજરંગદળ વડોદરા મહાનગર દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિતે બજરંગદળ બલોપાસના દિવસ તરીકે ઉજવવામાં આવતાં તેના અનુસંધાન માં મહાનગર સ્તર ઉપર તા.૧૨/૦૪/૨૦૨૫ ને શનિવાર ના રોજ રાત્રે ૯ : ૧૫ થી ૧૨ : ૩૦ કલાક દરમિયાન પ્રગતિ ક્રીડા મંડળ વાઘોડિયા રોડ, જૂની બરોડા હાઇસ્કુલ ની સામે શ્રીરામ વાટિકા ની પાછળ , વડોદરા, કબ્બડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગર ના વિવિધ પ્રખંડોએ કબ્બડી સ્પર્ધા મા ભાગ લીધો હતો. સદર કાર્યક્રમ નું આયોજન પ્રગતિ ક્રીડા મંડળ ના ગ્રાઉન્ડમાં કરવામાં આવેલ હતું જેમાં વડોદરા મહાનગર ના અધ્યક્ષશ્રી રાજીવ જી કમ્બોજ, મંત્રીશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, બજરંગદળ સંયોજકશ્રી ભરતભાઇ ભરવાડ, બજરંગદળ સહ સંયોજકશ્રી પ્રતાપરાવ મોહિતે, બજરંગદળ સહ સંયોજકશ્રી દિનેશભાઇ રાઠોડ, ગૌરક્ષા પ્રમુખશ્રી હરીશભાઈ સરણિયા, પ્રસાર પ્રચાર પ્રમુખશ્રી વિજયભાઈ ભાવસાર, સહિત દરેક પ્રંખંડો ના પદાધિકારીશ્રી ઓ સાથે પ્રખંડ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ડભોઇ તાલુકાના ટીંબ વસાઈ કજાપુર ટીંબી ફાટક સિંધિયા પુરા પણસોલી વસાહત અકોટામાં ખેડૂતો ડાંગર સૂકૂવવામાં વ્યસ્ત

admin

રૂપાપુરા ગામે નંદેસરી પોલીસે રેડ કરતા કાર અને જમીનમાં સંતાડેલો શરાબનો જથ્થો ઝડપાયો

admin

વડોદરામાં ગત રોજ આવેલ અણધાર્યા વાતાવરણના પલટાએ ભારે નુકશાન નોતર્યું

admin

Leave a Comment