વડોદરા શહેરની નંદેસરી પોલીસે રૂપાપુરા ગામે રહેતો વિનોદ ઉર્ફે રાવડી ગોહિલના મકાનમાં રેડ કરી હતી.આ દરમિયાન કારમાં બોનેટમાં એન્જિન પાસે તેમજ કારના દરવાજામાં સંતાડેલો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.આ ઉપરાંત મકાન પાસે છાપરામાં જમીનમાં દાટેલા પતરા ના પીપમાં થી પણ વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જેથી નંદેસરી પોલીસે તેની અટકાયત કરી લાખોની કિંમતનો શરાબનો જથ્થો કબજે કર્યો હતો.જ્યારે દારૂનો જથ્થો આપનાર છોટાઉદેપુરના અજાણ્યા ઈસમને ભાગેડુ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

