રાત્રે ભેજ ના લાગે માટે પ્લાસ્ટિક-તાડપત્રી ઢાંકવાનો વારોમાવઠાના મારમાંથી બહાર આવવા ખેડૂતોના પ્રયાસ, હવે બચેલી ડાંગર બચાવવા ઉજાગરાટેકાના ભાવે ખરીદી શરૂ થઇ નથી બીજી બાજુ વેપારીઓ ભાવ નહીં આપતાં ખેડૂતો અટવાયાડભોઇ તાલુકાના પણસોલી અકોટા ટીંબી ગામે બાજુમાં તેમના મજૂરો ડાંગરને તાડપત્રીપ્લાસ્ટિક ઢાંકી રહ્યા છે. છેલ્લા 12 દિવસથી તેઓ અહીંયા આ ડાંગરને સાચવી રહ્યા છે. દિવસે સૂર્યની ગરમી મળે તો ડાંગર સૂકાઈ જાય અને રાત્રે ભેજ ન લાગે તે માટે તેની ઉપર પ્લાસ્ટિક અને તાડપત્રી ઢંકાવે છે. રાત્રે અહીંયા જ ઉજાગરા પણ કરવા પડે છે. ચોરાઈ ન જાય કે ભૂંડો નુકસાન ન કરે તે માટે રાત્રે ડાંગર પાસે જ સૂવું પડે છે. માત્ર આ વિટંબણા આ વિસ્તારના ડાંગરની ખેતી કરનારા મોટાભાગના ખેડૂતોની છે. ઈસ્માઈલ ભાઈ મન્સૂરી જણાવ્યું કે તેમના ખેતરમાંથી ડાંગર અહીંયા મેદાનમાં લાવવા અને તેને સાચવવા માટે જ 25,000 રૂપિયાનો તો ખર્ચ થઈ ચૂક્યો છે. હવે ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે તેની રાહ જોઈ રહ્યા છે.
ડભોઇ તાલુકાનું ટીંબી પણસોલી વસાઈ આકોટાદર અકોટા વસાહત ડાંગરની ખેતી માટે પ્રખ્યાત છે. પણ ચાલુ વરસે કમોસમી વસુદે આવિસ્તારના ખેડૂતની ભાંગી નાખી સૂકવવા દિવસ, વેઠી રહ્યાં છે. બીજી બાજુએ સરકારે ટેકાના ભાવે ડાંગરની પણ ન ખેડૂતોમાં વ્યાપક રોષ છે. ડભોઇ તાલુકાના અન્ય ગામોના લગભગ તમામ ખેડૂતો માત્રને માત્ર ડાંગરની જ ખેતી કરે છે. ચાલુ વર્ષે મોસમી વરસાદને કારણે તેમને મોટું નુકસાન થયું છે. જે ડાંગરનો પાક બચી ગયો તેને હવે આ ખેડૂતો સૂકવી રહ્યા છે. ડભોઇ તાલુકાના ગામની આસપાસના ખેતરોમાં ચારે બાજુએ ખેડૂતોએ ડાંગર સૂકવેલી જોવા મળી રહી છે. દિવસે સૂર્યની ગરમીથી ડાંગરનો પાક સૂકાય અને રાત્રે ભેજ ન લાગે માટે પ્લાસ્ટિક કે તાડપત્રી ઢાંકીને ડાંગરને સાચવવા ખેડૂતો ઉજાગરા કરી રહ્યા છે.
ડભોઇ તાલુકાના આસપાસ પંથકના લગભગ બધા જ ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. અહીંના ખેડૂત અરવિંદભાઈ પટેલ સહિત ઘણાંને ડાંગરની ખેતી જ છે, ડાંગરનો પાક તૈયાર છે. અત્યારે તેઓ તેને સૂકવી રહ્યા છે, પરંતુ હજુ ટેકાના ભાવે અહીંયા ડાંગરની ખરીદી શરૂ થઈ નથી. વેપારીઓ ભાવ આપતા નથી. ખેડૂતને એક બાજુથી વરસાદે હેરાન કર્યા હવે બીજી બાજુ એના નીચા ભાવને કારણે એમની પરેશાની વધી છે.ડાંગર ઘણી સારી પણ ભાવ નથી મળતોસરકારે પેકેજ જાહેર કર્યું પરંતુ એ પૂરતું નથી. 2 હેક્ટરનું વળતર આપે. પણ જે ખેડૂતોને 2 હેકટર કરતાં વધારે જમીન હોય એનું શું? અમારી ડાંગર ઘણી જ સારી છે પણ વેપારીઓ ભાવ આપતા નથી.

