અગાઉ ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવા માટે સબસિડી જાહેર કરી હતી. ખેડૂતોને સહાય મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી હતી.
પરંતુ હવે માહિતી મળી રહી છે કે ગીર ગઢડા તાલુકાના માત્ર 50 ટકા જેટલા ખેડૂતોના જ ખાતામાં સબસિડીની રકમ જમા થઈ છે, જ્યારે બાકી 50 ટકા ખેડૂતો હજુ પણ સહાયથી વંચિત રહ્યા છે.
સહાય ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક બાકી રહેલા ખેડૂતોના ખાતામાં પણ ડુંગળીની સબસિડીની રકમ જમા કરે, જેથી તમામ ખેડૂતોને સમાન રીતે સહાય મળી રહે.
ખેડૂતોનું કહેવું છે કે તેઓએ જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી હતી છતાં પણ સહાય ન મળવી અન્યાય સમાન છે. સરકારે આ બાબત પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ ઉઠી રહી છે.

