33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઉના શહેરમાં વરુણદેવ ને રીઝવા વેપારીઓ એ મંદિરો માં ધ્વજા ચઢાવી પ્રાર્થના કરી

વેપારીઓ એ પોતાના વેપાર રોજગાર બંધ રાખી વરુણદેવ ને મનમુકી પધારવા પ્રાર્થના કરી

સમગ્ર ગુજરાત માં મેઘરાજા મન મૂકી ને વરસી રહ્યા છે એમાં પણ અષાઢ મહિનો શરૂ હોય અને ઉના પંથક માં નહિવત વરસાદ વરસ્યો હોય ત્યારે ઉના ચેમ્બર ઓફ કોમર્સ તેમજ શહેર ના તમામ વેપારી એસોસિયેશન ના વેપારી બંધુઓ સાંજના 5 વાગ્યે પોસ્ટ ઓફિસ ચોક ખાતે એકત્ર થયા હતા. અને વાજતે ગાજતે ધૂન ભજન કરતા કરતા શહેર ના તમામ મંદિરો પર શીશ ઝુકાવી તમામ મંદિરો પર ધ્વજા ચઢાવી વરુણદેવ ને રીઝવા પ્રાર્થના કરી હતી. આ તકે ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ કોટેચા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી, ઉના ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ જેઠવાણી, ઉના ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રીશ્રી મિતેશભાઈ શાહ, ઉના નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી મનીષભાઈ કારીયા, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તમામ સંગઠનના હોદેદારો, શહેર ના તમામ વેપારી એસોસિયેશન ના પ્રમુખો અને વેપારીઓ ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

સોમનાથ ટ્રસ્ટ આયોજિત નિશુલ્ક મેગા નેત્ર નિદાન કેમ્પનો જિલ્લા કલેકટરના હસ્તે પ્રારંભ

admin

વેરાવળમાં પરણીતાને પડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવી કર્યું શારીરિક શોષણ…

admin

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો વરસાદ

admin

Leave a Comment