Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નટુભાઈ સર્કલ પાસે સિગ્નલ પોલ સાથે લકઝરી બસ અથડાઈ, પોલ તૂટી પડ્યો

વડોદરા શહેરના હાલ વરસાદી માહોલ ટાણે અકસ્માતોના પણ બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તેવામાં સોમવારે સવારે આશરે 8:30 થી 9:00 કલાકની આસપાસ લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. શ્રીજી કૃપા નામની ખાનગી લક્ઝરી બસ નટુભાઈ સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયગાળા દરમિયાન અચાનક તે નટુભાઈ સર્કલ પાસે રાખેલા ટ્રાફિક સિગ્નલ સાથે ભટકાઈ હતી સર્જાયેલા અકસ્માતમાં ટ્રાફિક સિગ્નલનો પોલ તૂટી ગયો હતો.સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.જોકે કયા કારણોસર અકસ્માત થયો તે કારણ પણ જાણી શકાયું નથી.જોકે ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું.બીજી તરફ બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.જ્યારે અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.સમગ્ર મામલે બસના ચાલકે મૌન સેવ્યું હતું.

Related posts

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં પાટોત્સવની ઉજવણી.

admin

વડોદરા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ

admin

બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024 માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સત્કાર સમારંભ કાર્યકમ યોજાયો…

admin

Leave a Comment