આજે યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ ના જન્મ દિવસે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો ને સોપવામાં આવેલી ઓનલાઇન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરી પડતર માંગણીઓ નું નિરાકરણ લાવી જન્મ દિવસ નિમિતે મહિલાઓને સાચા અર્થ માં શસકતિકરણ હોય ની ભેટ આપવા બાબતે જીલ્લા કલેકટર આવેદનપત્ર
આપી રજૂઆત કરવામાં આવી હતી
વડોદરા શહેર ના આશા વકૅર બહેનો ની પંડતર માંગણી લઈને
દિવાળીપુરા નવીન કલેકટર કચેરી
આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ત્યારે.દિવાળી પુરા નવીન કલેકટર કચેરી રજૂઆત કરતા આશા વકૅર બહેનો આંખ માં આશુ આવી ગયા હતા અને સાથે જ ગુલાબ નુ ફુલ આપવામાં આવ્યું હતું ને વિનંતી સાથે આજે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો જન્મ દિવસ છે ત્યારે ખાસ જણાવવાનું કે ગુજરાત રાજય ના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને ટેકોની ઓનલાઇન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલ છે. પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે? સૌથી પહેલાં તો ટેકો ની ઓનલાઇન કામગીરી કરવા માટે સારી ક્વોલીટી નો મોબાઈલ જોઈએ જે આશાવર્કર બહેનો પાસે નથી તેવા સંજોગો માં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનો ને વ્યાજે રૂપિયા લાવી ને પણ મોંઘો મોબાઈલ લાવી ફરજીયાત ટેકો માં ઓનલાઇન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે તો શું આ યોગ્ય કહેવાય?? વળી આ ટેકોઓનલાઇન કામગીરીમાં અનેક પ્રશ્નો ઉભા થયેલ છે. જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલ નો જ ઊભો થયેલ છે. 2 હજાર ઇન્સેન્ટિવ લેવા વાળી આ આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના છે

