ડેડીયાપાડા મોવી રોડ અને વચ્ચેના પૂલોના કારણે બંને તાલુકાની જનતાને કાયમી મુશ્કેલી નો સામનો કરવો પડે છે ગરીબ જનતાનો પેટ્રોલ ડીઝલનો પણ ખર્ચ ડબલ થાય છે અને બસ સહિતનું ભાડું પણ બમણું થાય છે
રોડ અને બ્રિજ મંજુર થયો છે પરંતુ ગ્રાન્ટ મોડી મળતા હજુ સુધી કામ ચાલુ થઈ શક્યું નથી જેથી પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી છે
પ્રાપ્ત મુજબ ડેડીયાપાડા સાગબારા ની જનતાને વર્ષોથી મોવી ડેડીયાપાડા નું રોડ અને પુલ સુધી નથી રહ્યા તેમને કાયમી ધોરણે હેરાનગતિનો સામનો કરવો પડે છે ગયા વર્ષે લાલ ખાતેનો પુલ તૂટી પડ્યો હતો અને પાણી સાથે જ ખેંચાઈ ગયો હતો જે બાદ તંત્રની ઘોર બેદરકારી અને સરકારી ની મંજૂરની અભાવે પૂલ નું કામ ગયા વર્ષે શરૂ ન થઈ શકતા તેના ઉપર કામ ચલાવ ડાઈવરઝન બનાવવામાં આવ્યું હતું. જે પણ 36લાખના ખર્ચે બનાવ્યું હતું તે પૂરના પાણીમાં ખેંચાઈ ગયા બાદ ફરી ડાઈવર્ઝન 30 લાખના ખર્ચેબનાવવામાં આવ્યો હતો અને જેના ઉપરથી માંડ કાર મોટરસાયકલ પસાર થઈ શકતા હતા બસ સેવા અને મોટી ગાડીઓ પસાર થતી નથી પરંતુ આ પહેલા જ વરસાદમાં આ વર્ષે ફરીથી આજેઆ ડ્રાઈવરઝન પાણીમાં વહી જતા બંને તાલુકાની જનતાને 25 થી 26 કિલોમીટરનો ફેરવો કરવાનો વખત આવ્યો છે અને આ સિવાય પણ આ રોડ કે ભ્રષ્ટાચાર ના કારણે કાયમી ટકી શકે તેવો ન બનતા વારંવાર આ રોડ પર પસાર થવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે હવે ફરીથી આર એન બી વિભાગ દ્વારા આ ડાયવર્ઝન બનાવવામાં આવશે તેવી માહિતી તો આપવામાં આવી છે પરંતુ તે પણ વધુ વરસાદમાં ટકશે કે નહીં તે હવે કુદરતના હાથમાં જ લાગી રહ્યું છે લોકોના ટેક્સના પૈસા આ રીતે બેડફાઈ પણ રહ્યા છે પરંતુ પ્રજા લાચાર થઈને તમાશો જોઈ રહી છે મોટા ગજાનાં નેતાઓ પણ આ મુદ્દે મગનું નામ મરી પાડતા નથી જેથી જનતામાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને મોવી ડેડીયાપાડા નું હવે કાયમી ધોરણે સોલ્યુશન આવે તેવી માંગ પણ કરી રહ્યા છે મોવી ડેડીયાપાડામાં રોડ અને રસ્તાના કામોમાં કાયમી ધોરણે ભ્રષ્ટાચારની બુમો અને ડાયવર્ઝન માં ફરિયાદો પણ જાણીતા લોકો દ્વારા કરવામાં આવી હતી પરંતુ મુખ્યમંત્રી સુધી ફરિયાદ છતાં પણ તંત્રના માથા ઉપર ચાર હાથ હોય તેમ કોઈપણ અધિકારીનો વાળ વાંકો થયો નથી
આ બાબતે નર્મદા જિલ્લાના આર એન બી વિભાગના એજ્યુકેટીવ એન્જિનિયર મોદીજી એ જણાવ્યું હતું કે આ વખતે પણ ડાઈવરઝન ની ઉપર થી પાણી જતા અને ખૂબ જ વધારે પડતા પાણી આવવાના કારણે આ ડાઈવરજન પાણીમાં ખેંચાઈ ગયું છે નવા ટેન્ડર થઈ ચૂક્યા છે મંજૂર પણ થઈ ચૂક્યા છે જે નવા વર્ષથી કામગીરી પણ ચાલુ થશે પરંતુ આ વર્ષે ફરીથી આ પ્રકારનું ડ્રાઈવરજન નાની ગાડીઓ માટે બનાવવામાં આવશે એવી પણ માહિતી આપી હતી
રિપોર્ટર : સુનિલ વર્મા, ડેડીયાપાડા

