મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં 108 ઈમરજન્સી ની ગાડીઓ અર્થે તાત્કાલિક વિભાગ ની સામે જગ્યા ફાળવવાની સાથે ઓફિસ પણ બનાવવામાં આવી છે. ત્યારે તેની બહાર 108 ની ગાડીઓને પાણીથી ધોવવામાં આવતા પાણીના વેડફાટ ની વાત સામે આવી છે. કારણ કે હાલ ઉનાળાનો સમય ચાલતો હોય એક બાજુ એસ.એસ.જી હોસ્પિટલમાં પીવાના પાણીની તંગી વર્તાતી હોઇ આ રીતે પાણી નો બગાડ કેટલો યોગ્ય ? જે અંગે એસ.એસ.જી હોસ્પિટલના RMO ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ ને પૂછતાં તેમને તપાસ હાથ ધરી એજન્સી સામે યોગ્ય કાર્યવાહી ની બાહેંધરી આપી હતી.

