Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વોર્ડ નંબર 13 માં બગીખાના પોલો ગ્રાઉન્ડ પાસે લાઈનમાં ભંગારને કારણે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ

હાલ સમગ્ર શહેરમાં આવનાર દિવસ દરમિયાન ચોમાસાની સિઝનને લઈને પ્રિ મોનસુન કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં હાથ ધરવામાં આવેલ છે ત્યારે આ રોજ વોર્ડ નંબર 13 ના બગીખાના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં હાલ વરસાદી કાસનું કામ પૂર જોરમાં ચાલી રહ્યું છે ત્યારે ખોદકામ દરમિયાન ચોખ્ખા પીવાના પાણીની લાઈનમાં ભંગાર સર્જાતા પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે હાલ શહેરના કેટલાક વિસ્તારોમાં ચોખ્ખા પીવાના પાણીની સમસ્યા છે નાગરિકોને એક તરફ પીવાના શુદ્ધ પાણી મળી રહેતું નથી ત્યારે આ રીતે થતો પાણીનો ફેરફાર કેટલો યોગ્ય છે અને તંત્રની ઉદાસીનતાને કારણે આ રીતે પાણીનો થતો વેડફાટ અટકે અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં આવે અને પીવાના શુદ્ધ પાણીનો ફેરફાર થતો અટકે તે માટે વોર્ડ નંબર 13 ના સામાજિક કાર્યકર રાજેશભાઈ માળી દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ તેમના દ્વારા તંત્રને પણ જાણ કરી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા પણ નિવેદન કરવામાં આવ્યું હતું

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

૮.૫ ફુટની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જાપાનના ટોકીયો ખાતે સ્થાપિત થશે

admin

ડભોઇ તરસાણ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત

admin

Leave a Comment