Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો ને વ્યાપક નુકસાન

ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી ત્રણ ત્રણ વખત ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો ને વ્યાપક નુકસાન નદીના પાણી કિનારાના નીચાણ વાળા 14 જેટલા ગામોમાં ફરી વળ્યા હતા પાની ખેતરોમાં પાણી હોવાને કારણે સર્વે ટીમને મુશ્કેલી પડી રહી છે…ડભોઈ તાલુકાના અંગૂઠણ રાજલી નવાપુરા ભીલાપુર કડોદરા વાયદપુરા કરાલી ઢોલાર નારણપુરા ગોજાલી સહિત 14 ગામોમાં ભારે નુકસાન થવા પામ્યું છે હજુ પણ કેટલાક ગામોમાં ખેતરોમાં પાણી ભરાયેલા હોય નુકસાની ના સર્વે માટે નીકળેલી ટીમ ને મુશ્કેલી પડી રહી છે અને સર્વે થઈ શકતો નથીખેતરો માંથી પાણી નો નિકાલ થયા બાદ જ ખેડૂતોને થયેલા નુકસાન નો તાગ મેળવી શકાય નુકસાનીના સર્વે માટે આઠ જેટલી ટીમ કરાઈ છે કાર્યરત પાણી ઉતર્યા બાદ ચોક્કસ સર્વે હાથ ધરાઈ તેવી ખેડૂતોની માંગ તુવેર દિવેલા સોયાબીન કપાસ ડાંગર અને શાકભાજી સહિત ખેડૂતોના રોકડિયા પાકોને થયું છે મોટા પાયે નુકસાન છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા નુકસાની નું સર્વે હાથ ધરાયા છે પરંતુ ચોક્કસ વળતર નહીં ચૂકવાતું હોવાથી ખેડૂતોમાં ભારો ભાર રોષ ખેતરો માંથી પાણી ઓસર્યા પછી ચોક્કસ સર્વે હાથ ધરી વળતર ચૂકવાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે…. જોકે આ અંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ખેડૂતોના નુકસાન ની વળતર અંગે સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે…

Related posts

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની શાળાઓના વિદ્યાર્થીઓનો ધોરણ 10ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

admin

જિલ્લા પંચાયત દ્વારા 15માં નાણાં પંચ ના ગ્રાન્ટ માંથી ખરીદી કરવામાં આવેલી બે એમ્બ્યુલન્સ નું આજે લોકાર્પણ

admin

અનંત ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરાના સયાજી ગાર્ડનમાં ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કર્યુ

admin

Leave a Comment