આજના મોબાઈલ યુગમાં અનેક લોકો હતાશા અને નિરાશાનો ભોગ બની રહ્યા છે. લોકોને માનસિક બીમારીઓ માંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી. આવા સંજોગોમાં લોકોએ ગીતાનો સહારો લેવો જોઈએ મંડળ દ્વારા સંદેશો સાર્વજનિક ગણેશ મંડળના કાર્યકરો આપી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ગણેશ પંડાલની બહાર ડાબી અને જમણી બાજુએ લોકોને હતાશા અને નિરાશાથી દૂર નીકળવા માટે ગીતામાં ક્યાં શ્લોકોનું અધ્યયન કરવું જોઈએ તેની વિગતવાર માહિતી દર્શાવી છે પેન્ટર તાનાજીની ગલીમાં આવેલા દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગીતા જ્ઞાનની અદભૂત થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યુ છે. નવાઈ ની વાત તો એ છે કે, આખુંય ડેકોરેશન વેસ્ટ પેપર પસ્તીમાંથી કરવામાં આવ્યુ છે. જે ૧૦૦% ઈકોફેન્ડલી છે. મંડળના સંચાલક મિલિન્દ ઘાડધે કહે છે કે, ૨૦૧૬ થી અમારું મંડળ ઈકોફેન્ડલી ડેકોરેશન કરે છે. અમારા મંડળની મહિલા કાર્યકર્તાઓ સ્વૈચ્છીક સેવા કરીને ગણેશ પંડાલનું સુંદર ડેકોરેશન કરવા મદદ કરે છે. આ વર્ષે અમે ગીતાજ્ઞાન થીમ પર કામ કર્યું છે. અમે ગણેશ પંડાલમાં પ્રવેશનારા પ્રત્યેક દર્શનાર્થીના પહેલા તો હાથ-પગ ધોવડાવીએ છીએ અને પછી એમના હાથે ગીતાજી પર પુષ્પ અર્પણ કરાવીએ છીએ. અમે પેંડાલમાં શ્રીજીની પ્રતિમાની પાછળ ભગવાન વિષ્ણુની પણ એક સુંદર પ્રતિમા રાખી છે. જે અમે કાગળથી બનાવી છે. જે તદ્દન ઈકોફેન્ડલી છે.

