આયુષ્યમાન કાર્ડ ના હોતે તો મારી દીકરીને નવજીવન ન મળતે – પિતા દિનેશભાઈ
લાખોના ખર્ચે થતાં ઓપરેશન આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ થકી નિઃશુલ્ક શક્ય બન્યા છે. ગુજરાતના છેવાડાના દરેક માનવી માટે આયુષ્માન કાર્ડ આશીર્વાદરૂપી બની રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના ચોરવાણા ગામના દિનેશભાઈ રાઠવાની ૧૧ વર્ષિય દીકરી અસ્મિતા માટે આયુષ્માન કાર્ડ વરદાનરૂપ સાબિત થયું છે.
દિનેશભાઈ કહ્યું કે મારી અસ્મિતાને જન્મથી જ હ્રદયમાં નાનું કાણું હતુ. એ સમયે ડૉકટરે કહ્યું હતું કે, અસ્મિતા જેમ મોટી થશે તેમ તે કાણું પૂરાય જશે. હાલ દવાની ખાસ જરૂર જણાતી નથી સમય સમય પર રીપોર્ટ કરાવતા રહેવું.
દિનેશભાઈ સાથેની મુલાકાતમાં તમણે કહ્યું કે, અસ્મિતા ૪ વર્ષની થઈ ત્યારે રીપોર્ટ કરાવ્યો હતો. રીપોર્ટમાં હ્રદયમાં નાનું કાણું બતાવેલ. અસ્મિતાને શાળામાં ભણવા બેસાડી.સામાન્ય બાળક જેમ તે અભ્યાસ કરતી હતી. શાળામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ડૉક્ટરની ટીમ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની શારીરિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયા સાતમાં ધોરણમાં ભણતી મારી દીકરીએ ડૉક્ટરને કહ્યું કે, મારી છાતીમાં દુખાવો થાય છે. ડૉકટરે અમને બોલાવી અસ્મિતાને રેફરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે તપાસ માટે લઈને આવવા કહ્યું હતું. તપાસ કરતા હૃદયનું કાણું મોટુ થતુ હોવાનું માલુમ પડ્યું હતું. ડૉક્ટરે તરત વડોદરા રીપોર્ટ માટે મોકલ્યા હતા રીપોર્ટ જોતા હૃદયમાં મોટા થઇ રહેલા કાણુંનું ઓપરેશન કરવું પડશે. હ્રદયના ઓપરેશનના ૩ લાખથી વધુ થશે.આટલી મોટી રકમ અમે મજૂર માણસ ક્યાંથી લાવીએ.
દિનેશભાઇ વાત આગળ વધારતા કહ્યું કે, નિરાશ થઈ છોટાઉદેપુર સરકારી દવાખાને આવી ડૉક્ટરને બધી વાત કરી. તેમણે આરોગ્ય વિભાગની મદદથી આયુષ્માન કાર્ડ કાઢવામાં મદદ કરી. આયુષ્માન કાર્ડ સાથે અન્ય ડોક્યુમેન્ટ બનાવી આપી અસ્મિતાને વધુ સારવાર માટે અમને યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલ્યા હતા. જ્યાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ થકી મારી દીકરી અસ્મિતાનું ૩.૫૦ લાખના ખર્ચે થનાર ઓપરેશન વિનામૂલ્યે સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું.
ચોરવાણા ગામના દિનેશભાઈ રાઠવાની દીકરીના સફળ ઓપરેશન થયા બાદ જણાવે છે કે, અમે મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ જો અમારી પાસે આયુષ્માન કાર્ડ નહોત તો મારી દીકરીને નવજીવન ના મળતે માટે આપણે સૌએ ફરજીયાત આયુષ્માન કાર્ડ કઢાંવી લેવું જોઈએ.

