Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆતના પગલે મત વિસ્તારના રસ્તાઓને 7 મીટરની જગ્યાએ પર 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆતના પગલે માર્ગ મકાન વિભાગ હસ્તક ટ્રાઇબલ વિસ્તારમાં રસ્તાઓને સાત મીટર ની જગ્યાએ 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી છે. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ બાબતે રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર જિલ્લાના 138 વિધાનસભામાં સમાવેશ જેતપુર ચલામલી રોડ ૫.૫ મી માંથી ૧૦.૦મી વાઈડનીંગ રોડ, એજ રીતે મોડાસર કલારાણી કવાટ રોડ ૭.૦મી માંથી ૧૦.૦મી વાઈડનીંગ રોડ તેમજ મોડાસર કલારાણી કવાટ રોડ ૭.૦ મી માંથી ૧૦.૦ મી વાઈડનીંગ રોડ કુલ એમ મળી 116 કરોડના ખર્ચે મંજુર કરાયો છે. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆતના પગલે મંજૂર કરાતા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સૌ પ્રજાજનો વતી આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય જયંતિ રાઠવા એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારમાં આ કામગીરી શક્ય બનેલ છે. કોંગ્રેસની સરકારમાં શક્ય નતું.મોદી હે તો મુમકિન હૈ વધુમાં તેઓએ કહ્યું કે ખૂબ લાંબા સમયથી સાત મીટરની જગ્યાએ દસ મીટર પહોળા કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગ્રાન્ટ ફાળવી છે. અને રસ્તાઓ મંજૂર કર્યા છે. તે બદલ હું પોતે એટલે કે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા કાર્યકર્તાઓ જનતા વતી મુખ્યમંત્રીને લાખ લાખ વંદન કરીએ છીએ ધારાસભ્યની અને કાર્યકર્તાઓની રજૂઆતના પગલે આ કામગીરી મંજૂર થયેલ છે. એમ ધારાસભ્યએ જણાવ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

પોતાના ગામને અલગ પંચાયતનો દરજ્જો આપવાની માંગ સાથે મતદાન બહિષ્કારનો મામલો સામે આવ્યો

admin

નસવાડીની અશ્વિન નદીમાં મગર દેખાતા ફફડાટ, સ્થાનિકોમાં ભયનો માહોલ

admin

હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થતાં પરિવારજનો મૃતકનો “જીવ પરત લાવવા” ભુવાને લઈને હોસ્પિટલ પહોંચ્યા

admin

Leave a Comment