ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા અને 138 જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના પ્રયત્નોથી કવાંટ તાલુકાના પાનવડથી ચલામલી સાત મીટરની સપાટી વાળા નવીન ડામર રોડ 26કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ હતો. જે ડામર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

