તારીખ 17 ,18 અને 19ના રોજ વડોદરા શહેરમાં પ્રથમ વખત ત્રિ દિવસીય ડીજી કપ યોગા ચેમ્પિયનશિપનું 2024નું આયોજન સમા સ્પોર્ટ્સ કોંપ્લેક્ષ ખાતે કરાયું છે. સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગમાં સ્પોર્ટ્સ ક્લચર પ્રમોટ કરવા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની પોલીસ એજન્સીઓ વચ્ચે સંકલન કરી સેન્ટ્રલ પોલીસ સ્પોર્સ્ટ કંટોલ બોર્ડ દ્વારા આ ઉમદા આયોજન કરાયું છે. જેમાં 14 ટિમો ભાગ લેશે. યોગા ફેડરેશન સાથે સંકલન કરી 4 જુદા જુદા ગ્રુપમાં 45 કેટેગરી સાથે 30 અમ્પાયર , નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે. રાજ્યભરમાંથી પોલીસ અધિકારી કર્મચારીઓ ભાગ લેશે.

