35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં 76મો સંવિધાન દિવસ ઉજવાયો ભવ્ય રેલી, પ્રતિકૃતિ અને સંવધાન પ્રત્યે આદર વ્યક્ત

વડોદરા જિલ્લાના સાવલીમાં 76મા સંવિધાન દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ હતી. શહેરમાં વિવિધ કાર્યક્રમો સાથે સંવિધાન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી, જેમાં ભીમઆર્મી, વિવિધ સંઘઠનો, યુવક મંડળો, સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

રેલી આઈટી ચોકડીથી ડીજેના તાલ સાથે શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી. રેલીમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિકૃતિ—‘બાળાભારે’—વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેને નાગરિકોએ ખાસ વખાણી હતી.

રેલી સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે પૂર્ણ થઈ જ્યાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સંવિધાન પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન નાગરિકોમાં દેશપ્રેમ, લોકશાહી મૂલ્યો અને બંધારણીય અધિકારો–ફરજોની જાગૃતિ ફેલાવવાના સંદેશા આપવામાં આવ્યા.

આ પ્રસંગે ભીમઆર્મીના જિલ્લા અધ્યક્ષ નવીનકુમાર તેમજ અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ નાગરિકો અને સંસ્થાઓનો આયોજન સમિતિ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

Related posts

માનવતાની મહેક ફાઉન્ડેશન અને સંજીવની મલ્ટી સ્પેશિ. હોસ્પિ. ના સહયોગ થકી ‘સપના ના વાવેતર” ની શરૂઆત

admin

ડભોઇ તાલુકાના કરનેટ રોડ : નવો રસ્તો તો બન્યો પણ બાજુમાં 7 ફૂટના ‘મોતનો કૂવો’ જેવા ખાડા તંત્ર પૂરતા ભૂલ્યું

admin

બોનસ માટે થયેલી માથાકૂટમાં લૂંટને અંજામ:વડોદરામાં આજવા રોડ ઉદ્યોગપતિના પરીવારને બંધક બનાવનાવી 11.75 લાખની લૂંટ ચલાવનાર 5 આરોપી ઝડપાયા

admin

Leave a Comment