Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

૮.૫ ફુટની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જાપાનના ટોકીયો ખાતે સ્થાપિત થશે

સાડા આઠ ફુટ ની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જાપાનના ટોકીયો ખાતે 8 માર્ચ 2025 એ સ્થાપિત થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વિદેશ મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા જે જાપાનમાં સ્થાપિત થવા જઈ રહી છે તે રથ યાત્રા આજરોજ વડોદરા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે આવી પહોંચી હતી…

આ રથયાત્રા પુણે થી નીકળીને સાતારામાં છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોંસલે દ્વારા લીલી જંડી આપીને પ્રસ્થાન કરવામાં આવી હતી આ યાત્રા સોલાપુર હૈદરાબાદ આગરા ગ્વાલિયર બેંગ્લોર નાગપુર વાયા અમદાવાદ થી વડોદરા આવી પહોંચી હતી ત્યારબાદ સુરત વાપી અને મુંબઈ ખાતે લઈ જવામાં આવશે આ મૂર્તિ નું ઉદ્ઘાટન 8 માર્ચ મહિલા દિવસ નિમિત્તે કરવામાં આવનાર છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ મંત્રી એસ જયશંકર અને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ મૂર્તિ સાડા આઠ ફૂટમાં છે. અંદર સ્ટીલ છે અને બહારથી ફાઇબર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારણ કે જાપાનમાં ભૂકંપ આવતો હોવાથી એ પ્રમાણે આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિ 200 વર્ષ ટકી રહે તે રીતે બનાવવામાં આવી છે જાપાન ના લો અને ઓર્ડર પ્રમાણે આ મૂર્તિ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ મૂર્તિ 10 તારીખે મુંબઈથી રવાના થઈને જાપાન પહોંચશે…

આ મૂર્તિ નું નિર્માણ વિવેક ખટાવ કર એ બનાવી છે..

Related posts

ડભોઇ મુખ્ય માર્ગો પર BSNLની જર્જરિત ટેલિફોન પેટીઓ બની ‘મોતનો ફાંસો’, તંત્ર ઘોર નિદ્રામાં

admin

વડોદરા શહેર ગોરવા મધુનગર બ્રિજ પાસે આવેલ ચાર્જમાં ચોરની ઘટના સામે ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા એક ઈશમ ની અટકાયત કરવામાં આવી

admin

સાવલીમાં સગીર યુવતીનું અપહરણ, લગ્નના ઇરાદે ભગાવી લઈ ગયાનો આરોપ

admin

Leave a Comment