વડોદરામાં નવરાત્રીની તૈયારીઓનો ધમધમાટ ચાલુ છે. ત્યારે ગરબાના આયોજકો સાથે સુરક્ષા અંગે મુદ્દા પર ચર્ચા કરવા પોલીસે બેઠક બોલાવી હતી. જેમાં કોઈ ઘટના સમયે મહિલા સહિત લોકોની સુરક્ષા માટે મેદાન અને આસપાસના સલામત સ્થળે એસેમ્બલી પોઇન્ટ બનાવવા સૂચના અપાઈ હતી. સિક્યુરિટી વ્યવસ્થા,એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ,સીસીટીવી કેમેરા, મહિલા સુરક્ષા-પોલીસ, ફાયર સેફ્ટી – ફિટનેસ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પાર્કિંગ વ્યવસ્થા, ઇમર્જન્સી લાઈટ સહિતની બાબતોની સમીક્ષા સાથે પોલીસ ઘ્વારા આયોજકોને સૂચનો કરવામાં આવ્યા છે.
previous post

