33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ રેફરલ હોસ્પિટલની હાલત અતિ બિસ્માર : 118 ગામોના દર્દીઓ રામભરોસે

​ડભોઇ તાલુકા અને આસપાસના 118 ગામો માટે જે હોસ્પિટલ એક સમયે ‘આશીર્વાદરૂપ’ ગણાતી હતી, તે આજે પોતે જ બીમાર હાલતમાં હોય તેવું જણાય છે. હોસ્પિટલના અંદાજે 10થી વધુ રૂમો કન્ડમ (બિનઉપયોગી) જાહેર કરી દેવાતા હજારો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

​ભયના ઓથાર હેઠળ સારવાર: તંત્રએ માર્યા તાળા હોસ્પિટલની છત અને દીવાલોમાંથી પોપડા ખરી રહ્યા હોવાથી દર્દીઓ અને સ્ટાફ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રૂમોની બહાર “આ રૂમ ભયજનક છે, કોઈએ પ્રવેશ કરવો નહીં” તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. પરિણામે, હોસ્પિટલના મહત્વના વિભાગોને તાળા મારી દેવાની નોબત આવી છે:બ્લડ ડોનેશન રૂમ
​OPD રૂમ એક્સ-રે (X-ray) રૂમ
​બાળકોનો રસીકરણ રૂમ દર્દીઓની હાલાકી અને ડોક્ટરોની મજબૂરી રોજના હજારો દર્દીઓ ડભોઇ તાલુકામાંથી આ હોસ્પિટલમાં આશા લઈને આવે છે, પરંતુ મહત્વના રૂમો બંધ હોવાથી તેમને હાલાકી ભોગવવી પડે છે. ડોક્ટરો પણ પોતાની ફરજ નિભાવવા માટે અન્ય જગ્યાએ બેસીને કામચલાઉ વ્યવસ્થા હેઠળ સારવાર આપી રહ્યા છે મુખ્ય માંગણી તંત્ર દ્વારા વહેલી તકે આ બિલ્ડિંગનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે અથવા તો નવું આયોજન કરવામાં આવે, જેથી ગરીબ દર્દીઓને સમયસર અને સુરક્ષિત સારવાર મળી શકે હાલ સમગ્ર ગુજરાતમાં ટેકનોલોજી હોસ્પિટલો બની રહ્યા છે ડભોઇનો પણ વ્યવસ્થિત હોસ્પિટલ બને તેવી દર્દીઓની માંગ ઉઠવા પામી છે

Related posts

ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીના ભોજન માંથી ઈયળ નીકળવાના મામલે NSUI દ્રારા કરાયું વિરોધ પ્રદર્શન

admin

સામુહિક ગાયત્રી મંત્ર જપ ગાયત્રી ચાલીસા પાઠ અનુષ્ઠાનની પુર્ણાહુતી અને કુવારીકાઓનુ પુજન

admin

22 થી 28 જૂન સુધી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઇવ શરૂ કરાઇ

admin

Leave a Comment