રોંગ સાઈડ વાહન હંકારી નિયમોનો ભંગ કરતા વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની લાલ આંખ
બાકી હોય તેવા વાહન ચાલકોને ચલણ ભરાવડાવી, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ
વડોદરા શહેરમાં રોંગ સાઈડ વાહન હંકારવાથી થતા અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવતા ચાલકો સામે 22 થી 28 જૂન દરમિયાન ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયુ છે. શનિવારે વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસની 15 જેટલી ટીમમાં વિવિધ વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરા શહેરમાં રોગ સાઈડ વાહન ચાલવવાના કારણે વાહન અકસ્માતનાં ગંભીર પ્રાણધાતક બનાવવો બનતા હોય છે. અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઇજાના ગંભીર અકસ્માતમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિક નિયમોનો અમલ કરાવવા માટે કરાવવા રૉગ સાઈડ વાહન ચલાવતાં વાહન ચાલકો સામે 22 થી 28 જૂન ડ્રાઈવનું આયોજન કરાયું છે. ટ્રાફિક નિયમોનો સરેઆમ ફોન કરનાર વાહન ચાલકો કયા વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરી પૂર્વ ઝોન કોટાલી ગામ, એપીએમસી માર્કેટ, બ્રાઇટ સ્કૂલ, અમિતનગર બ્રિજ પાસે, કપુરાઈ એન્ડ માણેકપાર્ક સર્કલ જામ્બુઆ બ્રિજ, પશ્ચિમ ઝોન ફતેગંજ સર્કલ, ગેંડા સર્કલ, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા, રાજવી ટાવર, ખીલકોલી સર્કલ, અલકાપુરી રોડ વિરૂધ્ધ IPC 279, તથા એમવી એક્ટ- 184 મુજબ એફઆઇઆર પોલીસ વિભાગ ધ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરનાર છે. ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા તારીખ 22 મે શનિવારના રોજ વહેલી સવારથી જ વિવિધ 15 જેટલી ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. રોગ સાઈડ આવતા વાહનોને રોકી તેમના ચાલકોને પહેલા પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર ચાલકો પાસે ડોક્યુમેન્ટ ની માંગણી કરાય છે.જો તેમની પાસે ડોક્યુમેન્ટ ન હોય તો વાહન ડીટેન કરીને વસૂલ કરવામાં આવતો હોય છે. ડીસીપી ટ્રાફિક જ્યોતિબેન પટેલે જણાવ્યું હતું કે રૉગ સાઈડ, ચાલુ ગાડીએ ફોન પર વાત કરવી જેના કારણે ગંભી પ્રકારના અકસ્માત થતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસે આવા લોકો સામે એક પ્રકારની ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 15 હજાર વાહનોને ડીટેન કરી તેમના ચાલકો પાસેથી 17 લાખ ઉપરાંતનો સમાધાન શુલ્ક વસુલ કરાયો છે. 22 જુનના રોજ દિવસ દરમિયાન રોગ સાઈડ આવતા 5 વાહન ચાલકોને બાઈક ઈચલણના નાણા ભરવાવી, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરે માટે સમજ અપાઈ હતી. ઉપરાંત 146 વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. નાગરીકોને પોતાનુ વાહન રૉગ સાઈડ અને ખોટી દિશામાં નહીં ચલાવી ટ્રાફિકના નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.

