અંતરમાં ઝલકતો ઉત્સાહ અને અજાણ્યા લક્ષ્યો સર કરવાની અદમ્ય ઈચ્છા સાથે ગત વર્ષે મે મહિનામાં વિશ્વના સૌથી ઉંચા એવરેસ્ટ શિખરને સર કર્યું હતું આ સિધ્ધિના બદલામાં નિશાકુમારી એ હિમ દંશની ચામડી પર તેજાબ પડ્યો હોય એવી વેદના સહી હતી લાંબી સારવાર અને બંને હાથની આંગળીઓના ટેરવાં બુઠ્ઠી કરી દેતી ઇજાઓ સહન કર્યા છતાં નિશાકુમારી હિંમત હારી ન હતી. નિશાકુમારી પોતે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે લશ્કરી પરિવારમાં ઉછરેલી આ સાહસી યુવતીહવે મહાસાહસ ખેડવા જ ઈ રહી છે. તેના સાહસને વડોદરાના પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે બિરદાવ્યું છે અને તેઓ પણ આ યુવતીની હિંમત જોઈ તેને પ્રોત્સાહિત કરે છે.

આજે શહેરના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતેથી સવારે 6 વાગ્યે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર ફ્લેગ ઓફ કરી નિશાકુમારીને ભારત થી લંડન માટેની સાયકલ યાત્રા માટે પ્રસ્થાન કરાવશે. નિશાકુમારી ભારતમાં 2700 કિલોમીટર ની સાયકલયાત્રા દરમિયાન દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશિર્વાદ સાથે મુલાકાત કરી નેપાળ થી લંડન માટેનો સાયકલ પ્રવાસ કરશે જ્યાં ચીન સહિતના વિવિધ દેશોમાંથી સાયકલ પર ભારતીય ધ્વજ તિરંગા સાથે પસાર થશે સાથે સાથે “ચેન્જ બિફોર ક્લાઈમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન અટકાવવાનો સંદેશ ફેલાવશે. નિશાકુમારી ની આ સાયકલયાત્રા દરમિયાન સૌથી મોટા પડકારો વાતાવરણ તથા ખોરાકનો રહેશે કારણ કે નિશાકુમારી પોતે શાકાહારી છે અને ઘણા વિદેશમાં પ્રવેશ સમયે માન્ય ફૂડ કંપનીના ખોરાક માટે જ પરવાનગી આપે છે સાથે સાથે સમય અને ખર્ચા બંને પણ એક પડકાર રહેશે. કારણ કે ટૂંકી મુદતના વિઝાની કડાકૂટ સાથે સાથે અલગ અલગ દેશોના રાજદૂતો સાથે દિવસો સુધી વાટાઘાટો કરીને તમામ પ્રક્રિયાઓ નિયત કરેલા સમય મર્યાદાઓમા પૂરી કરવાની રહેશે.

નિશાકુમારી શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં થી અભ્યાસ કર્યો છે પોતે ગણીતની અનુસ્નાતક છે. તે પોતે એક ઉચ્ચ તાલીમબદ્ધ પર્વતારોહક છે તેની ઈચ્છા સેવન ટોપ સમિટ એટલે કે હિમાલયના સાત સર્વોચ્ચ શિખરો ભવિષ્યમાં સર કરવાની છે. નિશાકુમારી નવીન બહુદેશીય સાયકલ પ્રવાસ માટે શહેરના પત્રકાર અને પ્રકાશક કુમાર શાહે કે જેમણે અગાઉ સિલ્ક રૂટના રસ્તે વડોદરાથી લંડન સુધીનો અઘરો મોટરસાયકલ પ્રવાસ ખેડ્યો છે તેઓનું માર્ગદર્શન મેળવી આગળ વધશે.

નિશાકુમારી ને નિલેશ બારોટ કે જેઓ તેમના ટ્રેનર પણ છે તેઓ સાથે યા યાત્રા યોજશે તેઓને અનુભવી ટીમનું માર્ગદર્શન મળશે સાથે જ સુરતની એક સંસ્થા દ્વારા મોંઘી બે સાયકલ આ બહુદેશીય પ્રવાસ માટે આપવામાં આવી છે.

