36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રદ કરવામાં આવેલી 500-1000ની ચલણી નોટો સાથે રખડતા પાંચની ધરપકડ

500-1000 ની રદ થયેલી નોટ સાથે પાંચની ધરપકડ

૨૦૨૬ માં ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી 500-1000 ની ચલણી નોટો સાથે રખડતા પાંચને વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 3 દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. એલસીબીની ટીમો ગુનાખોરી ડામવા માટે પેટ્રોલીંગમાં હતી વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ – ઝોન 3 ની ટીમે તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન એએસઆઇ કનકસિંહ શિવસિંહને બાતમી મળી કે, કેટલાક ઇસમો રદ કરવામાં આવેલી ચલણી નોટોને લઇને આવી રહ્યા છે. તેમની પાસે મોટી સંખ્યામાં ચલણી નોટો છે. જેના આધારે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરોડામાં જુની ચલણી નોટો મળીને કુલ 24.98 લાખની નોટો કબ્જે કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આ દરોડામાં સાંમત ઉર્ફે જીગો જેસીંગભાઇ કાળાભાઇ ભરવાડ (રહે. ભાલીયાપુરા, ચીખોદરા, નવાગામ, વલભીપુર, ભાવનગર), નાથાભાઇ વેલાભાઇ ભરવાડ (રહે. રાજનગર, માલોદર, ભરવાડવાસ, વાઘોડિયા, વડોદરા), મુકેશભાઇ જહાભાઇ ભરવાડ (રહે. ભરવાડવાસ, સંતોષવાડી, દંતેશ્વર રોડ, વડોદરા), અહેમદ અયુબ મન્સુરી (રહે. ધનાની પાર્ક, મેમણ પોલોની, પાણીગેટ, વડોદરા) અને વજેકણભાઇ કાવાભાઇ ભરવાડ (મીર) (રહે. માણકી કોમ્પ્લેક્ષ પાછળ, ઉમા ચાર રસ્તા, વડોદરા) ની ધરપકડ કરી છે. ઉપરોક્ત તમામ સામે બેંક નોટ્સ ની કલમ 07 નો ભંગ કર્યા બાબતે પાણીગેટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Related posts

ડભોઇ શહેર તાલુકાના યુવાનોએ શરૂ કરી અનોખી ચાલતી-ફરતી દુકાન

admin

ભાજપ સરકાર દ્વારા દેશમાં અલગ અલગ બે નીતિઓ અપનાવી રાજ્યની મહિલાઓ અને શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય કરતી હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું હતું

admin

બજરંગદળ વડોદરા મહાનગર દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિતે કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment