Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છેલ્લા સતત 3 દિવસ થી પોર થી વડોદરા – જામ્બુવા બ્રિજ પર ૧૦ કિલોમિટર નો ટ્રાફિક જામ

મુંબઈ વડોદરા ને જોડતો હાઇવે નંબર 48 પર રોજના અસંખ્ય નાગરિકો ની અવરજવર થાય છે એવા જામ્બુવા બ્રિજ પર પડેલા મોટા ખાડા ઓ ના કારણે છેલ્લા 5 મહિના થી દરરોજ ટ્રાફિક જામ થાય છે આ બાબતે ધર્મેશ શર્મા દ્વારા વડોદરા ના સાંસદ શ્રી ને રૂબરૂ મળી ને લેખિત માં ..નીતિન ગડકરી..હર્ષ સંઘવી..ભૂપેન્દ્ર પટેલ ને પત્ર દ્વારા..તેમજ હાઇવે ઓથોરિટી ને મેઈલ કરેલ છે..જેના અનુસંધાને
સાંસદ શ્રી દ્વારા આ બ્રીજ ની 2 વખત મુલાકાત કરવામાં આવી હતી 10 દિવસ પહેલા રોડ નું રીપેરીંગ કરવામાં આવ્યું હતું એક જ વરસાદ પડતાં ફરી થી જામ્બુવા બ્રીજ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે છેલ્લા 3 દિવસ થી ફરી કિલો મીટરનો ટ્રાફિક જામ થઈ ગયો છે અને આજે ફરી સવાર થી જામ્બુવા બ્રીજ થી છેક પોર બ્રિજ સુધી 10 કિલોમીટર નો ટ્રાફિક જામ થઈ ગયો છે જેમાં હજારો વાહનો ફસાઈ ગયા છે…..જેના કારણે હજારો નાગરિકો ના સમય નો વ્યય થાય છે અને લાખો રૂપિયા ના ઇંધણ નો બગાડ થઈ રહ્યો છે….અને આ ટ્રાફિક જામ ના કારણે કરજણ – પોર – વડોદરા અપડાઉન કરતા નાગરિકો હવે શારીરિક અને માનસિક રીતે થાકી ગયા છે અને તમામ ની એક જ માંગ છે કે હવે તાત્કાલિક ધોરણે આ સમસ્યા નો કાયમી ધોરણે ઉકેલ આવે…

Related posts

વડોદરા સ્થિત યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપ શૈક્ષણિક સંસ્થાના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબિલીની ઉજવણી

admin

ડભોઈમાં વિધવા માતાના પ્રેમીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

admin

વાઘોડિયામા થયેલ ઘર ફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસમાં જ વાઘોડિયા પોલીસ એ ઉકેલી નાખ્યો..

admin

Leave a Comment