27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વાઘોડિયામા થયેલ ઘર ફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસમાં જ વાઘોડિયા પોલીસ એ ઉકેલી નાખ્યો..

પોલીસે આરોપી ઓ ને સાથે રાખી ને સમગ્ર ઘટનાનું રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું…

વાઘોડિયા મા થોડાક દિવસ પેહલા વાઘોડિયા મા રહેતા નિવૃત ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્ર કાશીવાલાના બંધ મકાન મા રાત્રિ દરમિયાન ચોરી નો બનાવ બન્યો હતો…

મકાન ના દરવાજા ના તાળા તોડી રાત્રિ દરમિયાન પ્રવેશી તસ્કરો એ આપ્યો હતો ચોરી નો અંજામ,…

તસ્કરો મકાન માથી સોના ચાંદી ના દાગીના ની ચોરી કરી પલાયાન થઈ ગયા હતા….

સમગ્ર બાબતે ફરિયાદી એ વાઘોડિયા સ્ટેશન માં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી

ફરિયાદ ના આધારે વાઘોડિયા પોલીસ.. તેમજ વડોદરા ગ્રામ્ય lcb પોલીસ એ તપાસ ચલાવી હતી..

પોલીસ તપાસ માં રાત્રિ દરમિયાન થયેલ ઘરફોડ ચોરીના સી.સી કુટેજ સામે આવ્યા હતા ..જેમાં ચોર રાત્રી દરમ્યાન ચોરી કરતા સમયે રોડ પર આટા મારતા cctv દેખાય આવે છે.
તેમજ સી.સી ફૂટેજ માં ચોરી માં વપરાયેલ સ્વીફ્ટ કાર દેખાઈ આવતા. કારના નંબર પ્લેટ નાં રજીસ્ટ્રેશનની તપાસ કરતા ભરૂચ પાર્સિંગની હોવાનું બહાર આવ્યું હતું..

ચોરી કરવા આવેલ ચોરો ને લેવા માટે કાર આવતા ચોરી કાર cctv માં કેડ થતાં ભાંડો ફૂટયો

પોલીસે કારના માલિકની શોધ કરી. પૂછપરછ કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો..

આ ચોરીમાં વાઘોડિયા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ.. સોના ચાંદીના દાગીના તેમજ ચોરીમાં વપરાયેલ સ્વીફ્ટ કાર સાથે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો…

આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે.

ચોરીના આરોપી ના નામ..

1, રાકેશભાઈ સતીશ ભાઈ ચૌહાણ
રહેવાસી ,વાઘોડિયા

2, ફિરોઝ સલીમ દાઉદ ભાઈ કાજી
રહેવાસી, પાલેજ

3, હાજીભાઈ મહમદભાઈ ઘાંચી રહેવાસી, કાશીપુરા,સરાર

4..જ્યારે ચોથો આરોપી.. રાજુ આદીવાસી ને પણ વાઘોડિયા પોલીસે જડપી પાડયો હતો

ચારે આરોપી સાથે પોલીસ એ સોનાના દાગીના તેમજ મોબાઈલ સહિત એક સ્વિફ્ટ કાર નો મુદામાલ કબ્જે કર્યો હતો

ચોરીને અંજામ આપનાર ચોરી કરનાર રાજસ્થાનનો રાજુ આદિવાસી વોન્ટેડ હતો.. જેની પણ વાઘોડિયા પોલીસ એ ધરપકડ કરી..

વાઘોડિયા માં રાત્રિ દરમિયાન ચોરી કરવા નીકળેલા વિસ્તાર તેમજ જે મકાન માં ચોરી કરવા ગયા હતા તે સહિત જે જે જગ્યાએ તેઓ રોકાયા હતા તે વિસ્તાર નું પોલીસએ રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું..

ચોર ટોળકી ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

Related posts

બિલ્ડરોની જુગાર ગમેમાં પોલીસનું ભગડું : વડોદરા તાલુકા પોલીસે 12 શખ્સોને ઝડપ્યા

admin

અષાઢી અમાવસ્યાની તિથિને અનુલક્ષી દેશના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુબેર ભંડારી મહાદેવ દર્શન અર્થ ઉમટયા

admin

રાવપુરા વિધાનસભાના વોર્ડ ૭માં નવા વિકાસલક્ષી કામોનું 77.17 લાખના ખર્ચે નવીન ડ્રેનેજ નવીન વરસાદી ગટર લાઈન નવીન રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

admin

Leave a Comment